દિલમાં સંઘરીને શું કામ રાખે છે?
દિલમાં સંઘરીને શું કામ રાખે છે?


જે કહેવું હોય તે આજ જ કહી દે ને
દિલમાં સંઘરી ને શું કામ રાખે છે ?
વહી જવા દે મન ભરી ને લાગણીઓ
શબ્દોને આમ લગામ શું કામ રાખે છે ?,
ક્ષણિક શાંત આ સમુદ્રમાં
આમ મોજાઓ શું કામ નાખે છે?
ઉતારી દીધા છે લંગર મે વહાણના
હવે કિનારા દૂર શું કામ રાખે છે ?
તું છે તો ફક્ત મારી જ દીવાદાંડી
પછી બીજા પર પ્રકાશ શું કામ નાખે છે?
આવી ગયો છું હું તો છેક કિનારે
હવે મોતીની જીદ શું કામ રાખે છે?
નફરત પણ કબુલ છે મને “સોહમ”
પ્રેમની આદત અહીંયા કોણ રાખે છે ?
પણ કબુલાત જો તારે જ કરવાની હોય
તો તું લહિયા શું કામ રાખે છે.,?
પ્રેમમાં તને ચોક્કસ હારી જઇશ
બસ શરત એટલી કે તને તું જ જીતે
હું તો તૈયાર છું તારા માટે હારવા
પછી તું મનમાં ડર શું કામ રાખે છે...?