ટપ્પુ કે પાપા તકલીફ તો રહેવાની
ટપ્પુ કે પાપા તકલીફ તો રહેવાની




જુઓ ટપ્પુ કે પાપા લોકડાઉન છે તો તકલીફ તો રહેવાની
રોજ કરતા હતા જલસા તો હવે ગુગળામણ તો થવાની,
બેલ મારી ને ઓર્ડર ચલાવવો એ હું નથી સહેવાની
ઓફીસના ભલે તમે બોસ પણ ઘરમાં તો હું જ રહેવાની
ઘરમાં ઘસી દેશો થોડા વાસણ તો હું કોઇને નથી કહેવાની
જુઓ ટપ્પુ કે પાપા લોકડાઉન છે તો તકલીફ તો રહેવાની,
કહેતા હતા ને શું કામ હોય તમારે ઘરમાં ?
તો કરી બતાવો પુરા બધા કામ હવે દિવસભરમાં
બાંધી દેશો થોડો લોટ તો હું કોઇ ને નથી કહેવાની
જુઓ ટપ્પુ કે પાપા લોકડાઉન છે તો તકલીફ તો રહેવાની
માવા મસાલા અને મિરાજ બધા ધોવાઇ ગયા છે
જલેબી અને ફાફડા બધા ક્યાંક ખોવાઇ ગયા છે
તમે બનાવો ને જમવાનું હું કોઇ ને નથી કહેવાની
જુઓ ટપ્પુ કે પાપા લોકડાઉન છે તો તકલીફ તો રહેવાની
બબીતા, જાનુ અને દીકુ હવે કોઈ નથી આવવાની
સંકટ ના આ સમયમાં ઘરવાળી જ કામ આવવાની
જમાડો ને તમારા હાથે મને હું કોઇ ને નથી કહેવાની
જુઓ ટપ્પુ કે પાપા લોકડાઉન છે તો તકલીફ તો રહેવાની.