માણસ મટીને
માણસ મટીને

1 min

231
માણસ મટીને માત્ર ‘કેસ’ બની ગયો,
‘કોરોના’ નો જ્યારે એ 'ફેસ' બની ગયો,
કરતો હતો બધાના ભાગાકાર,
આજે તે પોતે શેષ બની ગયો,
દર્શક હતો ફક્ત જે ભવાઇનો
તેમાજ એ વેશ બની ગયો,
હવે ઓળખે છે લોકો તેને દુરથી,
બધાની નજરમાં એ ગણવેશ બની ગયો,
જીતવા ફરીથી જિંદગીને,
નાનકડી એક રેસ બની ગયો,
અચરજ તો ત્યારે થયુ “સોહમ”
દર્દીઓનો પણ એક દેશ બની ગયો.