હસીને કોઈ રડાવી ગયું
હસીને કોઈ રડાવી ગયું
1 min
268
હસીને કોઈ રડાવી ગયું
દુખતી રગો ને દબાવી ગયું
ક્યાંક કોરી ઉદાસી છોડી
ભીતર ને એ હચમચાવી ગયું,
પાથર્યા હતા ઓજસ પાંપણ ના
આજે એજ આંખો છૂપાવી ગયું
માંડ વળી હતી કળ હૈયાને
આજે ફરી લાગણીથી પિંખાઈ ગયું,
અરમાનો ના ઢગલા સળગાવી
અને વધેલી રાખ ને ખપાવી ગયું
ભૂલ સમજી ભૂલી ગયો હતો
કોઈ ફરીથી યાદ અપાવી ગયું.
