ઈશ્વર કોણ કહેશે
ઈશ્વર કોણ કહેશે


અગણિત છે શ્વાસ હવામાં,
છતાંયે શ્વાસ મળતાં નથી..
સૂકાઈ ગઈ છે આંખો,
આંસુ હવે નીકળતા નથી..
જોઈ છે રઝળતી લાશો સ્મશાને,
મોક્ષ મળવાની રાહમાં...
ખૂટી રહી છે જિંદગીઓ ઘણી,
થોડુંક જીવવાની ચાહમાં..
તું જો છે ! તો પછી આવને
હવે દુઆઓ કેટલી નાખું
કસોટી લેવાની આદત છે તારી
પણ હું ધીરજ કેટલી રાખું..!
યુદ્ધ જીતાશે મારાથી ત્યારે
જ્યારે હયાતી તારી રહેશે
જો આવીશ નહીં બચાવવા તું
તો તને ઈશ્વર કોણ કહેશે..!