STORYMIRROR

Hetshri Keyur

Romance Tragedy Inspirational

4  

Hetshri Keyur

Romance Tragedy Inspirational

લાગણીથી રમત કેમ ?

લાગણીથી રમત કેમ ?

1 min
196


સંબંધ સ્વાર્થપૂર્વક બાંધી

સ્વાર્થ સરે એટલે

વ્યક્તિ જોડે સંબંધ પૂરો કરવો

લાગણીથી રમત કેમ ?


નફરત અનહદ મનમાં હોવાં છતાં

મોઢે ન કહેવું

પાછળથી એની વાતો કરી

લાગણીથી રમત કેમ ?


મોજા ઉછાળતો સાગર સમાન

ભરપૂર સ્નેહ દાખવવો

જ્યારે હૃદયમાં મૃગજળ પણ ન હોવું

લાગણીથી રમત કેમ ? 


 મોઢે એટલી મીઠાશ

 કે સાકાર પણ મોળી લાગે

 પરંતુ દિલમાં લીમડાથી પણ વધુ કડવાશ

 લાગણીથી રમત કેમ ?


વાતોમાં એટલો પ્રેમ દેખાડવો

કે પ્રેમ એટલો તો કોઈ કરી જ નહીં શકે

જ્યારે

એ દગાને મીઠી ભાષાના આવરણ હોય ચડાવેલ

લાગણીથી રમત કેમ ?


નેત્રમા પ્રેમના જાણે પૂર આવ્યા

પ્રેમનું ટીપુ પણ

હૃદયમાં નથી

લાગણીથી રમત કેમ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance