Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Neha Patel ***નેહ***

Tragedy Inspirational

4  

Neha Patel ***નેહ***

Tragedy Inspirational

થઈ સંક્રમિત હું

થઈ સંક્રમિત હું

1 min
370


થઈ સંક્રમિત ચેપીલા કોરોનાથી હું,

પુરાઈ રૂમમાં હોમક્વોરેનટાઈન બની હું. 


ખોવાઈ હું આ ચાર દિવાલોની ભૂલભૂલૈયામાં હું,

ફસાઈ આ કાળમૂખી કોરોનાના ચક્રવ્યૂહમાં હું.


શોધું છું આજ બાળ-મિત્રો- સ્નેહીજનોને હું,

થઈ અચાનક આમ અળગી દુનિયાથી હું. 


ખોવાતી દિવાસ્વપ્ન મા સવાર પડતાં જ હું,

ઘેરાતી બિહામણા સ્વપ્નોથી રાત પડતાં જ હું.


કરતી વાતો દિવસે સદા સંગી પડછાયા સાથે હું,

શોધતી રાતે શમણામાં એ મૃગજળી પડછાયાને હું.


વાગોળતી ભૂતકાળને આ શૂન્ય વર્તમાનમાં હું, 

નિરખતી ખૂદને ભયનાં ગુમનામ ભવિષ્યમાં હું. 


કરી એહસાસ પળેપળ એ સર્વેસ્વરનો હું,

જોડી હાથ માંગતી થોડી હિંમત હું. 


કરતી વિનવણી આ જગના નાથને હું,

કરતી પ્રાર્થના આ જગને બચાવવા હું. 


થઈ સંક્રમિત ચેપીલા કોરોનાથી હું,

પુરાઈ રૂમમાં હોમક્વોરેનટાઈન બની હું.


Rate this content
Log in