STORYMIRROR

Kaushik Dave

Tragedy Others

4  

Kaushik Dave

Tragedy Others

ખેલ ખેલ ખેલાય

ખેલ ખેલ ખેલાય

1 min
253

ખેલ ખેલ ખેલાય છે,

શતરંજ પણ રમાય છે,

હાથી ઘોડા ઉંટ સાથે,

રાજા પણ દેખાય છે,


સિપાહી ચાલે આગળ,

ને રાજા પણ ઘેરાય છે,

જુના જમાનાના રાજા,

ઈતિહાસમાં જ વંચાય છે,


આઝાદી મલ્યા પછી,

રજવાડા ભારતમાં ઉમેરાય છે,

નવા જમાનામાં સાંસદો પણ,

બાદશાહી ઠાઠમાં દેખાય છે,


જાહોજલાલી રાજા જેવી,

નવા સાંસદ રાજા જણાય,

રાજાના તો સાલિયાણા બંધ,

નવા સાંસદ રાજાના શરૂ થાય,


સેવા કરવા ચુંટાયેલા લોકો,

પ્રજાનું ધન પણ ફોલી ખાય,

સેવાધારી સાંસદોના,

આજીવન પેન્શન બંધાય, 


 ખેલ ખેલ ખેલાય છે,

 પાંત્રીસ વર્ષની સેવા પછી,

 બે હજાર પેન્શન બંધાય,

 આ તો કેવી રીતે રહેવાય !,

 

ખેલ ખેલ ખેલાય,

ના કોર્ટનો આદેશ મનાય,

આતો સાંસદો હાલના,

નવા રાજાજી કહેવાય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy