STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

સળગતી ઈચ્છા

સળગતી ઈચ્છા

1 min
218

હૃદયમાં એક અધૂરી ઈચ્છા સળગતી રહી,

તમને રંગવાની મહેચ્છા ધૂળેટી ઝંખતી રહી !


દિવસો થયાં એકસરખા તમારી જુદાઈમાં,

સાચી લાગણી હવે તો જાણે રખડતી રહી !


હું છૂપાવીને બેઠો જ્યાં દર્દ મારાં જીવનનું,

દરેક સંબંધની બારી પછી બંધ થતી રહી !


ભીંજાયો છું હવે એમની યાદોમાં એ રીતે,

મારી વેદના રોજ ઓશિકા પલાળતી રહી !


કેવો રંગ આ લાગ્યો છે મોહબ્બતનો જેમાં,

તું નથી છતાં તારી યાદમાં હોળી રંગતી રહી !


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vishvesh Jhala (ઉમંગ)

Similar gujarati poem from Tragedy