STORYMIRROR

અજય પરમાર "જાની"

Tragedy

4  

અજય પરમાર "જાની"

Tragedy

પતંગિયું

પતંગિયું

1 min
287

ઉડાઉડ કરતું પતંગિયું,

કુદરતની આ દુનિયામાં, 

થોડા જ દિવસનું જીવન છતાંય, 

ખુશીથી જીવી લેતું આ પતંગિયું.

 

ફૂલો સાથે વાતો કરતું ને

બગીચામાં હાસ્ય રેલતું આ પતંગિયું,

રંગબેરંગી પાંખો જોતા કુતૂહલ સર્જાય,

ક્યારેક એવું આ પતંગિયું.


ઉડતાં ઉડતાં અંજાઈ ગયું એક દિવસ,

'કૃત્રિમ પ્રકાશથી' આ પતંગિયું,

ભૂલ પડી એને 'કુદરતી' અને

'કૃત્રિમ' ને પારખવામાં.


અને અંતે નિ:સહાય બનીને,

તરફડ્યું એ નાજુક પતંગિયું,

થોડા જ દિવસનું જીવન છતાંય, 

ખુશીથી જીવી લેતું આ પતંગિયું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy