ખુલ્લી આંખનું શમણું
ખુલ્લી આંખનું શમણું
આંખોથી છલકે છે વારી,
રડતી દીઠી નમણી નારી,
આશા ઉરની ધગતી રાખી,
મોહન આ મીરાં છે તારી,
સંધ્યા ટાણે ઝાલર રણકે,
કા'નો આવ્યો ગોધણ ચારી,
જળ ભરવા પનઘટ એ પ્હોંચી,
ભાસે પડખે છે મોરારી,
ખુલ્લી આંખે શમણું જુએ,
પાગલ સમજે દુનિયા સારી,
ગાંડા ગણતા આ જગ જેને,
ભક્તિ એ ભક્તોની ન્યારી.
