STORYMIRROR

Purvi Shukla

Drama

3  

Purvi Shukla

Drama

હળવાશ ૬૧

હળવાશ ૬૧

1 min
12.6K

લોક ડાઉન કોઈ બાહુપાશ છે,

આમ જુવો તો સમય ખાસ છે.


આમ તો ઘરમાં કર્યું આકાશ છે,

બાળકોને વાદળી હળવાશ છે.


જાન જોખમી છે હર તરફ તો,

આખરી ઉપાય એ ઘરવાસ છે.


નિજના ઘરને જેલ ના સમજો કદી,

કામ કરવાની નવી ત્યાં આશ છે.


આવશે ઈશ્વર જગત ને તારવા,

એટલો મુજને પૂરો વિશ્વાસ છે.


 હા રજાની આ મજા છે મને તો,

 આ 'રવાની' ને કેટલી નવરાશ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama