હળવાશ
હળવાશ
થાય જ્યારે પૂર્ણ દિલની આશ છે,
મનને વર્તાતી તુરંત હળવાશ છે.
એ જરૂર એકાંતમાં રડતો હશે,
એટલે સાગરજળે ખારાશ છે.
યાદ મારા ગામની છલકી પડી,
રોટલાની સાથમાં બસ છાશ છે.
મોત મોભાદાર રે'શે તે પછી,
જો અજાણી આંખમાં ભીનાશ છે.
તો જ નીકળશે ગઝલ દમદાર "યશ",
હાથમાં અરમાનની જો લાશ છે.