STORYMIRROR

parekh Rajesh

Others

4  

parekh Rajesh

Others

લખ ગઝલ

લખ ગઝલ

1 min
23.7K

દર્દ હદથી પણ વધુ ઉભરાય ત્યારે લખ ગઝલ,

કો'ક સાંજે આંખ જો છલકાય ત્યારે લખ ગઝલ.


છંદ લીધો તેં રમલ લય પણ મઝાનો રાખજે,

ભાવ દિલનો શબ્દમાં પકડાય ત્યારે લખ ગઝલ.


રોજ રસ્તામાં મળે સાજન નવી ઘટના નથી,

પણ નજરથી જો નજર ટકરાય ત્યારે લખ ગઝલ.


રાહ ના પથ્થર હટાવા કામ મામૂલી ઘણું,

જ્યારે એ તારા તરફ ફેંકાય ત્યારે લખ ગઝલ.


ભરસભા મધ્યે પ્રત્યુતર શું કહે સાજન તને,

સ્હેજ એના હોઠ જો વંકાય ત્યારે લખ.


Rate this content
Log in

More gujarati poem from parekh Rajesh