નિઃશબ્દ લાગણી
નિઃશબ્દ લાગણી
રિસાઈ ગયા શબ્દો
ને કલમ મનાવવા ચાલી
ભરી છે માંહી સ્યાહી
તો'ય લાગે ખાલી-ખાલી !
નિ:શબ્દ લાગણીઓ ભારી !
જાણે કૂંપળ વિનાની ક્યારી !
કોરો રહી ગયો કાગળ
આંખો ભિંજવી સારી !
કલમને તો સ્યાહી બહુ વ્હાલી
પણ જાણે; પાડાને વાંકે ગયો પખાલી !