આ કેવી વાત થઈ
આ કેવી વાત થઈ


આ જુઓ મહામારીથી જિંદગી કેવી થઈ ગઈ,
કોરોના વાયરસથી હવા જ ફંટાઇ ગઈ.
કર્મના લેખની વાત બધેજ ચર્ચાઈ ગઈ,
કુદરતની કમાલ બધાને સમજાઈ ગઈ.
આ જિંદગી કિંમત છે એ વાત સમજાઈ ગઈ,
અહીં માણસની માણસાઈ મપાઈ ગઈ.
અધર્મ અને ધર્મની વ્યાખ્યા સમજાઈ ગઈ,
એ જ જોવા સાંજ પણ રોકાઈ ગઈ.
અને એટલે જ પરિવારની ભાવના સમજાઈ ગઈ,
મહામારીમાં ઈર્ષાની હરિફાઈ ખોવાઈ ગઈ.
આમ જુઓ તો આ કેવી હાલત થઈ ગઈ,
આખી દુનિયા જ જાણે પાંજરે પુરાઈ ગઈ.