ગ્રાહક
ગ્રાહક
અમસ્તા નથી કહેતા અમને કોઈ ગ્રાહક
કયાં હોય છે બિચારા ઘરાકને વળી હક્ક
લઇને આવે મહેનત કરીને ઘરે માલ
ઘરવાળી કહે અમે થઇ ગયા પાયમાલ
તમે તો આવા ને આવા અડબોથ રહ્યા
રામ જાણે તમને આટલા વર્ષ કેમ સહ્યા
કોઈ કહે મોટું લાવ્યા ને કોઈ કહે નાનું
મારીને આવો વેપારીને માથે છાનુંમાનું
કોઈ કહે મોંઘુ ને કોઈ કહે લાવ્યા તૂટેલું
રંગ નથી ગમતો અમારું ભાગ્ય જ ફૂટેલું
વેચવાલ કહે પાછો સામાન લેતા નથી
બદલી ના આપું તમે જાવ મથી મથી
કોર્ટ કચેરીમાં છે ઘરાકની લાંબી કતાર
ઉપભોક્તા લડવાનો ખર્ચ કરે તાર તાર
કહે બા હળવેકથી નથી તૂટી પડ્યું આભ
મોંઘવારીમાં આ ભાવમાં છે ઘણો લાભ
અમસ્તા નથી કહેતા અમને કોઈ ગ્રાહક
અમારે ધક્કા ને મહેણાં ખાવાના નાહક.