આસુંએ બદલ્યો મુકામ
આસુંએ બદલ્યો મુકામ


આસુંએ બદલ્યો મુકામ
વ્યથા જીવનમાં વ્યાપી રહી.
બેચાર શબ્દો વિદાયના
કહેવા લાગણી તરસી રહી.
અલગ થયા બેઉ જતાવ્યા
વિના જતાવ્યે કારણો....
એકમેકને ગુમાવ્યાના રંજમા
ગુંચવાયા કરે છે વ્યર્થ તારણો....
નથી ખુશ આજે કોઈ યે
આરઝૂ અધૂરી જીવનમાં,
ઝુલસતા રહે છે સંસ્મરણો.