એક સંભારણું સખાનું પ્રેમસભર
એક સંભારણું સખાનું પ્રેમસભર
આજે આવી ગઈ
અચાનક યાદ એમની
બાગમાં ખીલેલાં ફૂલોને
જોઈને મઘમઘી રહી,
ગત દિવસોની સ્મૃતિ પુરાણી
તને ચાહવું એ આદત છે મારી
વર્ષો પુરાણી...
સાથે ઉછર્યા,સાથે રમ્યા,
સાથે સાથે રહી જીવ્યા આપણે,
વયસ્ક થયા સુધીની
જીંદગી નિરાળી.
એકમેકની મૈત્રી કરી,
એકમેક સાથે ભણ્યા.
નિશાળે જઈ શિક્ષા પામ્યા.
વનવગડાંમાં થઈ કોલેજ જતા
સાઈકલની સવારીને ય
શાહી સમજતા'તા.
વીતી ગયા વર્ષો.....
વર્તમાનમાં વ્યસ્ત થયા.
વિસરાઈ પૂર્વજીવનની
ખટમધુરી એ સ્મૃતિ.....
તારી ને મારી જીદગીનું
વિસરાયું એ મૈત્રીકરણ....
નથી ભૂલાતા કયારેય પણ
માસૂમ સંવેદનોના સહીયારા
યાદગાર અવસરો....
એકમેકના સાથે, જીવેલા
બાળપણથી યુવાની સુધીના
સોનેરી સંસ્મરણો.