મારો પતંગ
મારો પતંગ


રંગબેરંગી પતંગોથી
ગોરંભાયુતુ આજે આકાશ.
લાલ,પીળી,કાળી,વાદળી
લીલી, ભૂરી,ધોળીને ગુલાબી
જાતજાતની પતંગોથી
હિલોળે ચડયું છે આકાશ.
આકાશમાં લહેરાતી પતંગોની,
પૂંછડીઓની સાથે વળગીને,
આકાશમાં વિહરે ટમટમતા ફાનસ,
પેચ લડાવે, મનને બહેલાવે.
નાનકડો પતંગ મારો,
ગગનચુંબી ઉડાન ભરે,
મહિના આગોતરા લોકો
કાગડોળે વાટ જુએ એની.
સ્વાગત કરવા એનુ ચિકકી,
લાડુ, તલસાકળી, શેરડી, બોર,
જામફળ, પોંક, ચણાનો પ્રસાદ ધરે,
ઉતરાણની અવધિ બે દિવસ,
વાટ જોવાય એની આખુ વરસ,
અબાલ, યુવાન અને વયસ્ક સૌની,
માનીતી પતેગ અલબેલી.
ઉતરાણનો તહેવાર ઉજવાય અનોખો,
અજાણ લોકો મળીને ઉજવે,
સંબંધ સહુના જીવનભરના બને.