STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

છાપું અને ચા

છાપું અને ચા

1 min
3

છાપું અને ચા જાણે સવારની જરૂરિયાત,

ચા અને છાપું જાણે આપે જોમ અને તાકાત,


ચા તો જાણે નીંદર ભગાડે, નવી સ્ફૂર્તિ જગાવે !

નવી તો આખી દુનિયાની નીત નવી ખબર લાવે,


ચા સાથે નવા વિચારો નવી તાજગી આપે,

છાપામાં તો મસાલેદાર ખબરો છાપે,


મને તો હંમેશા છાપાની પૂર્તિ જ વાંચવી ગમે,

પૂર્તિ વાંચીને વિચારોનો જાણે મેળો જામે !


ચાની વરાળ સાથે જાણે ઉદાસી પણ ઊડે !

જાણે શરીરને કોઈ જાદુઈ તાકાત જડે !


ચા અને છાપાની જાણે કોઈ જુગલબંધી !

ચા ને છાપા સાથે જાણે સુસ્તી ભાગે બધી,


છાપું અને ચા સાથે સૌની સવાર પડે,

દુનિયામાં શું ચાલી રહ્યું છે, એ ખબર પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational