STORYMIRROR

Deepa rajpara

Romance

4  

Deepa rajpara

Romance

એનાં સાનિધ્યમાં

એનાં સાનિધ્યમાં

1 min
349

જીવનની સમી સાંજે સાનિધ્ય તારું મળે,

અંતિમક્ષણે તારા ખોળામાં મારું માથું ઢળે..!


શ્વાસે શ્વાસે પરોવ્યું છે તુજ નામનું મોતી,

છૂટે આ દોર તો મુજ અસ્તિત્વ તુજમાં મળે..!


તુજ હૂંફની ક્યારીએ મ્હેકયો મુજમાં બાગ ફૂલોનો,

હવે છલકતી રૂંવે રૂંવે સુગંધ તુજ શ્વાસમાં ભળે..!


પામી છે બેહિસાબ ચાહત તારા સાનિધ્યમાં મે,

કાઢતાં ક્યાસ આખા જીવનનો સિલક જમા પડે..!


'દીપાવલી' એ જીતી જિંદગાની તુજ 'પ્રેમ' બળે,

જીતી લઉં મૃત્યુને જો હોઉં તુજ આગોશે છેલ્લી પળે..!


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Romance