STORYMIRROR

Kokilaben Chauhan

Romance

4  

Kokilaben Chauhan

Romance

ચુંબકીય આકર્ષણ પ્રીતમનું

ચુંબકીય આકર્ષણ પ્રીતમનું

1 min
360

અચાનક જ વ્હાલમ, આમ મળવું તમારું, 

મુજ દિલને ચુંબકીય આકર્ષક લાગ્યું,

જાણે ખુલ્લા આગળાએ,

બંધ કમાડ આવી લગોલગ વાંસ્યું,


મળ્યા જ્યારે સાજણ અમ એકબીજાને,

ફૂટ્યા શરમના શેરડા, ઝૂકી ગઈ આંખ્યું,


સાજણની સજની હું, ગભરુ વનિતા,

ટકરાયાં નયનો ને આવી મુંને લાજયું,

    

એ ખુલ્લી ટેકરી ને મોકળાં મેદાન,

મન પણ એવું જ મોકળું ભાસ્યું,


કંઈ કહેવું, કે પછી કંઈ જ ન કહેવું ! 

છતાંય અબોલ મુખે કહેવાઈ ગઈ વાત્યું,


ચાંદને નિરખવા જયમ તલસે ચકોરી,

તરસ્યાં છે નેણ, ને દિલ પણ તરસ્યું,


શમણે શું આવ્યા ! સન્મુખ થાઓ,

મધુર મુલાકાત પિયુ, શીદને જોવી વાટયું,


દિન ભલે જાય પણ સંધ્યા સતાવે,

કેમ કરી ખુટાડવી કાજળકાળી રાત્યું !


કામિની કેવું ચુંબકીય આકર્ષણ પ્રીતમનું ! 

શરમાયું મુખ, ઘાયલ થઈ ગઈ આંખ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance