STORYMIRROR

Kokilaben Chauhan

Drama

4  

Kokilaben Chauhan

Drama

ઊગ્યું પરોઢ

ઊગ્યું પરોઢ

1 min
374

આથમતો શશી ને ઊગતો દિવાકર,

અવનીએ પ્રકાશ પૂર્ણ પાથરવા કાજે,


ઊગ્યું પરોઢ ને આથમતી રજની,

પંખી ઊડી રહ્યા માળેથી આકાશે,


કિલ્લોલ કરતાં અવનીથી આભે,

નીસર્યા છે, એ ચણ ચણવાને કાજે,


પ્રભાકર જોડી સપ્ત ઘોડલા રથે,

નીકળ્યા છે પ્રથમીની પરક્રમ્મા કાજે,


કેવી કરામતી કેવી કળા કારીગરી,

કે, વહોરી આ પરિક્રમા સૃષ્ટિને કાજે,


ઊગતા ભાનુને સહુ કોઈ પૂજે,

કે, સવિતા, જીવો પર મહેરબાન થાજે,


દેવાને પૃથ્વી પર અન્ન ને પાણી,

દેવા સહુ જનોને પ્રકાશપુંજ રાજે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama