આકર્ષણ
આકર્ષણ
આકર્ષણ
નભમંડળમાં તપે માર્તંડ,
ધરા આકર્ષાય આભ થકી,
ચુંબકીય આકર્ષણ તેજોવલયનું,
ચક્ષુએ ભીના અશ્રુ ઢળ્યાં,
આંસુ છલકાય નયન થકી,
ચુંબકીય આકર્ષણ ઇક્ષણનું,
ચંદ્રિકાનું રૂપ લોભામણું,
ચકોરી લલચાય રૂપ થકી,
ચુંબકીય આકર્ષણ ચંદ્રપ્રભાનું,
નદી વહે વારીધિની વાટ,
સરિતા આકર્ષાય સમુદ્ર થકી,
ચુંબકીય આકર્ષણ સમંદરનું,
કોમળતા પ્રગટે ફૂલની ફોરમે,
આકર્ષાય ભ્રમર સુગંધ થકી,
ચુંબકીય આકર્ષણ કુસુમનું,
મે આવ, મે આવ, ટહુકે મયુર,
વર્ષાનું આગમન સુંદર ભાસે,
ચુંબકીય આકર્ષણ મેહનું,
ભૂલો પડ્યો કદીક ભગવાન,
આદમ ને ઇવ થકી સર્જ્યો સંસાર,
ચુંબકીય આકર્ષણ નરને નારીનું.
