અવર્ણનીય
અવર્ણનીય
1 min
250
અવર્ણનીય શોભા મુખકમળની, ઓ દીનાનાથ,
મુખડું સોહે અધિકતમ સુંદર, ઓ દ્વારિકાનાથ,
તુજ દ્વારે આવે દીન દુઃખીયાં તેની તું કરે સંભાળ,
ખાલી હાથે આવે પણ ન રહે ઝોળી ખાલી દ્વારિકાનાથ,
છેડો તારો પકડી જે જીવ ચાલશે આ સંસારમાં,
ભવસાગર તરી જાશે, જે શરણું તારું લેશે દીનાનાથ,
હું અભાગી, કમભાગી, પકડો હાથ દ્વારિકાનાથ,
નાવડી મારી ડૂબતી તારો, પાય પડું દીનાનાથ,
કામિની શરણું લેવું તો શ્રીકૃષ્ણ પ્રભુનું લેવું,
હરિહર તારશે, ભવપાર, એ શામળિયો નાથ.
