STORYMIRROR

Kokilaben Chauhan

Romance

4  

Kokilaben Chauhan

Romance

મનઝરૂખો

મનઝરૂખો

1 min
344

ચોરે ચૌટે ચર્ચાઈ રહી, 

 વાત ક્યાં છે અજાણી ?

હૈયાસિંહાસને સાજણ બેઠો, 

વાત ન એ છુપાણી.


કૂવાકાંઠે સહિયર સાથે

પનઘટ જઈ કરું ગોઠડી,

સુણ સખીરી, સાજણ પ્યારો,

મુજ હૈયાની હાટડી.


મોહક એની વાણી,

જાણે તીરછી નયન કટારી,

શમણે, મારો વ્હાલમ, 

હૃદય ઝરૂખાની અટારી.


દિલડું સોંપ્યું વ્હાલમને, 

દહાડા હું નિત ગણતી,

પ્રીતમ આવે, ક્યારે ?

હું વિરહમાં તડપું વિરહિણી.


મહેલ ઝરૂખે ઉભી રહેતી,

જોતી વ્હાલમ કેરી વાટડી,

નેજવાં ધરી ચક્ષુએ નીરખું,

પિયુ તારી રોજ રાહલડી.


 સોણલે આવી વસ્યા પિયુજી,

મુખ જોવાને હું અધીરી,

સાજ સજીને મનમાં મલકું,

હરખઘેલી જોને સખીરી.


બંધ કરું હવે હળવે હળવે,

હું પાંપણની કિનારી,

આંખલડીએ અનંત ઉજાગરા, 

નિરખતી વાટલડી,


સપનાં સજી,આંખે આંજી,

કાજળધેરી આંખલડી,

કોને કહું, આ વિરહની વાતો,

હું જાગું સારી રાતલડી.


પાંવ પખાળું, વાવલા ઢોળું,

પ્રિયતમને આવે નીંદરડી,

મનઝરૂખે પિયુમિલન થાયે,

"કામિની" પિયુ સંગ પ્રિતલડી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance