STORYMIRROR

Kokilaben Chauhan

Classics

4  

Kokilaben Chauhan

Classics

આતમનું અજવાળું

આતમનું અજવાળું

1 min
268

કરામત કુદરતી જ એવી થઈ ગઈ કે,

જ્યારે હું ભૂલી તો યાદ તેં કરાવ્યું.

મારું મૂકેલું મને જ ના જડ્યું તો,

સરળતાથી શોધી તેં બતાવ્યું.


જ્યાં જ્યાં માર્ગ હું ભૂલી ત્યાં,

રસ્તો શોધી પગેરું તેં બતાવ્યું.

હું પાપી, દુરાચારી, અસત્ય આચરનાર,

યથાર્થ અંતઃકરણ નિર્મળ તેં કરાવ્યું.


મુજ આતમ અંધારે અટવાયો હતો,

જ્યોત જલાવી અજવાળું તેં કરાવ્યું.

અગમનિગમની વાણી ક્યાંકથી સુણી,

મન મારૂંય હરિમાર્ગે જઈ ભટકાયું.


અરે ! ક્યાં છે એ દુખિયાનો બેલી ?

શોધવાને આતમમાં અજવાળું તેં કરાવ્યું.

સહારો એનો સદાય સાંપડે માટે,

સત્યની શોધમાં જવાનું તેં બતાવ્યું.


કોણ છે એ મને સત્યનો માર્ગ બતાવનાર?

માંહ્યલાએ જ જીવનનું સત્ય સમજાવ્યું.

ને "કામિની" કરામત એવી થઈ ગઈ કે,

શર્વરીએ પણ રોશનીનું કિરણ તેં ફેલાવ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Classics