STORYMIRROR

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

4  

શૈમી ઓઝા "લફ્ઝ"

Romance Others

જીવન જીવવાની સંજીવની

જીવન જીવવાની સંજીવની

1 min
418

આજે તો વચનોની મહેફિલ જામી છે કંઈ,

વચનોના આદાનપ્રદાનનો રાફડો ફાટ્યો છે કાંઈ,

વચનો અપાય છે ને વચનો લેવાય છે,

પણ સાચા અર્થમાં કેટલા નિભાવાય છે ?


આ ઝંઝાવાતને પશ્ચિમી સંસ્કૃતિનો ગાડરિયો,

પ્રવાહમાં તણાઈ યુવાધન રાહ ભટકી જાય છે કાંઈ,

જ્યારે તમે આ દિવસની સાચી હકીકત જો સમજી ગયા,

તે દિવસ તમારો સાચો પ્રોમિસ ડે સાચો.


આપેલા વચનોને ખરાદિલથી નિભાવો તો તમે ખરા,

નહીં તો આકાશમાથી તારા તોડી લાવવાના, 

ખોટા વચનો આપનાર ક્યારે જીવન તમારા,

બરબાદ કરી ચાલ્યા જાય છે, જેની ખબર પણ નથી પડતી.


આપેલા વચનની કિંમત જો તમે સમજી ગયા,

તો તમારો પ્રોમિસ ડે સાચો ન કોઈ તારીખ ન કોઈ મહીનો,

આતો અંતરની એક અનુભુતિ છે,

ન કોઈ દેખાવ ન કોઈ ભભકો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance