STORYMIRROR

ATUL DAMOR

Romance

4  

ATUL DAMOR

Romance

માનવી

માનવી

1 min
318

ફૂલોની સુગંધ માણવાને બદલે નીચોવી નાખ્યાં,

પ્લાસ્ટિકના ફૂલો જોઈ માનવી કરામત લાવ્યાં,


વૃક્ષોનું નિકંદન કરી કોંક્રિટનાં જગલો ઊભા કર્યાં,

વસંતના વધામણાં કરવાં માનવી કુંડા ઊભા કર્યા,


મળ્યું મફત હવા, પાણી, પ્રકાશ છતાં કદર ના જાણી,

શ્વાસ લેવા તરફડતો માનવી બાટલાની કિંમત જાણી,


નિત્ય મંદિર હાથ જોડી પોતાના માટે માંગતો રહ્યો,

મળતાં શ્રીફળ ચડાવી પ્રભુ સાથે કરામત કરી ગયો,


અઢળક આશીર્વાદ આપ્યાં પ્રભુએ નિજ સંતાન સમજી,

વિશ્વાસઘાત કરી કરામત કરી ગયો કાળા માથાનો માનવી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance