આત્મનિર્ભર નારી
આત્મનિર્ભર નારી
રાત ગઈને વાત ગઈ,
અબળા લાચારની વાત ગઈ,
હું આત્મનિર્ભર નારી થઈ.
લાજ,શરમની વાત ગઈ,
ઘરનાં ખૂણે રહેવાની વાત ગઈ,
હું આત્મનિર્ભર નારી થઈ.
નહિ બોલવાની વાત ગઈ,
હામાં હા પરોવવાની વાત ગઈ,
હું આત્મનિર્ભર નારી થઈ.
અબળા રહેવાની વાત ગઈ,
કોમળ બની રહેવાની વાત ગઈ,
હું આત્મનિર્ભર નારી થઈ.
નિરક્ષરતાની વાત ગઈ,
કશું ના કરેની વાત ગઈ,
હું આત્મનિર્ભર નારી થઈ.
પાંજરે પુરાઈની વાત ગઈ,
ગગન વિહરતા ચોગમ વાત થઈ,
હું આત્મનિર્ભર નારી થઈ.
શિક્ષણ પાંખે વાત થઈ,
વિવિધ ક્ષેત્રમાં સજ્જ થઈ,
હું આત્મનિર્ભર નારી થઈ.
આત્મનિર્ભર ભારતની વાત થઈ,
કેમ રહું હું બાકાત?
હું આત્મનિર્ભર નારી થઈ.
