અદભૂત સર્જન
અદભૂત સર્જન
કોણે રચી હશે આ દુનિયા ?
મનમાં અનેક પ્રશ્નો છે ઊભા,
ઉતુંગ પર્વતો ને વહેતી સરિતા,
લીલીછમ વનરાજી જોઈ મલકે,
કયાંક સાગર હિલ્લોળા લે તો,
કયાંક વિશાળ રણ જળકે,
નાનાં મોટાં પ્રાણીઓ આનંદ કરે,
જીવ જંતુ અવનવા અવાજ કરે,
કયાંક રવિનો અજવાસ પથરાય,
કયાંક ક્ષિતિજને મળવાની ધગશ,
અવર્ણનીય પ્રભુની લીલા જોઈ,
પ્રભુને મળવાની તાલાવેલી જાગે,
અદભૂત સર્જન કર્યું માનવ બનાવી,
તારો સેવક બની સદા માનું આભાર.
