ભણ્યો પણ ગણ્યો નહિ
ભણ્યો પણ ગણ્યો નહિ
1 min
362
કુદરતે આપ્યું મફત માનવી તેનો ભોગવટો કરે,
આનંદ માણે હરદમ જાણે ખુદ બનાવ્યું ઘર.
જાણવા છતાં અજાણ બની કરતો દૂર વ્યવહાર,
માન,મોભાની લ્હાયમાં કરતો અણ છાજતો કર્મ.
સંસ્કાર, શિસ્તના પાઠ ભણ્યો છતાં રહ્યો ગવાર,
સ્વચ્છતાના પાઠ ભણેલો કરતો નિયમ સદા ભંગ.
કહે કચરા પેટી કરો મારો ઉપયોગ સદા સવછતા,
નહિતર ફેલાશે રોગચાળો સંસારમાં સદા ગંદગી.
માનવી પણ કેવો ગજબનો છે જાણવા છતાં અજાણ,
ભણ્યો પણ ગણ્યો નહિ માનવી કરી ગંદકી સજાણ.
