કરામત થાય છે
કરામત થાય છે
જોઈ તમને કંઈ એવી તો કરામત થાય છે,
મારા જ દિલ સાથે મારી બગાવત થાય છે,
આખી રાત સળવળતાં રહ્યાં વિચારો અને,
વાચામાં જાણે કે શબ્દોની અટકાયત થાય છે,
તમારી સમક્ષ આવતાં જ હૃદય ધબકાર ચૂકે,
જોવ છું જ્યાં નજર ફેરવી તમારી જ મુલાકાત થાય છે,
છે આ ભીની લાગણી પ્રણયની જ એ જાણું,
બસ હવે તમારી હામીની જ બધી કવાયત થાય છે,
નજરમાં તમારી પણ મુજ નજર સમ હરકત જણાય છે,
મૌન સંવાદોમાં જ પ્રિયે પ્રેમની સઘળી કબૂલાત થાય છે.

