STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

પાગલ

પાગલ

1 min
301

શું લખવું પાગલ વિષે એક પાગલ થઈને,
રણ હોય તો વરસું હું એક વાદળ થઈને !

મારામાં તમે એક બીજ થઈને જો મરી જુઓ,
તમે ખીલશો ને હું હરખાઈશ કાદવ થઈને !

ભાવ બની પીગળો ને વરસી પડો મારી ઉપર,
તો ઝીલી લઈશ હું ધરતીનો પાલવ થઈને !

ને પાગલ શબ્દો થઈ પથરાઈ ભેટશો મને,
તો કાવ્યની જેમ છાતીએ ચાંપીશ કાગળ થઈને !

આંખેથી ભલે ટપકો આંસુઓ ગંગા જમના બની,
તો ભરી લઈશ એ ભવ્યતાને ગાગર થઈને !

'પરમ' તરફ જ ખેંચી રહ્યું આ 'પાગલ'પન,
બુંદ છું, સરિતાનેય સમાવીશ સાગર થઈને !


Rate this content
Log in

Similar gujarati poem from Romance