STORYMIRROR

Purnendu Desai

Romance

4  

Purnendu Desai

Romance

નાવ

નાવ

1 min
422

વિચારોને શબ્દોની નાવમાં બેસાડી, ભવ તરવા નીકળ્યો છું

ખરો છું હું, સમયની નદીમાં સામા પ્રવાહે તરવાં નીકળ્યો છું,


ખુબ અઘરું છે ખબર છે, પ્રવાહની વિરુદ્ધ જઈ રહ્યો છું

સાથ જો એ આપે તો સમજો રાધાને પામવા નીકળ્યો છું,


સંતોષ એટલો છે, જાણ છે મંઝિલને, કે હું આવી રહ્યો છું,

આમ તો હું એકલો જ સફરને તય કરવા નીકળી પડ્યો છું


પરવા નથી 'નિપુર્ણ', કહ્યામાં મારા જ હવે નથી રહ્યો હું

પહોંચી જ જઈશ સમયે, હું જ્યાં પહોંચવા નીકળ્યો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance