લખુ છું
લખુ છું
ના મળી શક્યા આ ઝીંદગીમાં,
છેલ્લે એક પત્ર થકી વાત લખુ છું,
વાચીને સમજાઈ જશે આ દિલની વ્યથા,
બસ મારો પ્રેમ આ કવિતામાં લખુ છું.
કેમ જીવી ગયા બંને પોત પોતાના સંસારમાં,
આજ વાત થોડા શબ્દોમાં ઉચ્ચારૂ છું,
ના ભૂલી સકતો એક પળ તમને તો,
બસ થોડી યાદો આ પત્રમાં લખુ છું.
થોડું હસ્યા, થોડું લડ્યા, ફર્યા સાથે,
બસ વિતાવેલી હર પળ અહી કહું છું,
દરિયા ની રેતી પર નામ લખતો તમારું,
હવે એ નામ હવામાં લખુ છું.
હાથ આપ્યો મારો હંમેશા એક સાથીની જેમ,
દરેક દર્દમાં બસ સમ ભાગી બની જાઉં છું,
સમય સંજોગ સાથ ના આપ્યો કદી,
જ્યારે તું મારી સાથે હતી તો પણ
હંમેશા તને મારી દિલની અંદર રાખું છું.
કોઈ પૂછે સરનામું તમારું તો,
મારું હૃદય એમની સામે ખોલી આપુ છું,
છેલ્લે કહું છું આ હૃદય પર હાથ રાખીને,
બીજા જનમમાં બસ તારો જ સાથ માગું છું.