STORYMIRROR

H D

Romance

3  

H D

Romance

સહેલું નથી

સહેલું નથી

1 min
262

પ્રણયનાં પથ પર ચાલવું કંઈ સહેલું નથી

મનમાં વસાવી એમનાથી દુર રહેવું સહેલું નથી,


વસાવ્યા આંખોમાં એમને જે હૃદયમાં છે હવે એમને યાદ કરીને રડવું સહેલું નથી,


વસંતમાં ખીલી ઊઠે છે પાંદડાઓ પાનખરમાં ડાળથી વિખૂટું પડવું પણ સહેલું નથી,


વહી જઈ છે નદીઓ બે કાંઠે સાગર ને મળવા મળી ને પોતાની મીઠાશ છોડી ખારું બનવું સહેલું નથી,


લખી હૃદયનો ભાવ આ કલમ થકી કવિતામાં બધી પીડા આ કાગળ પર ઉતારવી સહેલી નથી,


અરજી એટલી હતી કે દઈ દેજે ખુશી એને મારા ભાગની પણ હવે પથ્થર ને પણ ખુદા માની નમવું સહેલું નથી,


જોઉં છું જ્યારે તારી પ્રતિમા આ રંગો સાથે હવે તમારી સામે પણ છેતરાઈ જવું સહેલું નથી,


નથી રેખા તમારા નામની મારા હાથમાં તો એ મન મનાવવું પણ સહેલું નથી,


રડી ઊઠે છે ઉર જ્યારે તમારું નામ આવે છે હવે આ હાર્દ ને સમજાવવું પણ સહેલું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance