તું
તું
જીવનથી મૃત્યુ સુધી સમાઈ હવે તું
જિંદગી છે બસ બે પળની કહાની છે તું,
આસાન નથી હવે રહેવું તારા વગર
થોડી અઘરી તો પણ મજાની છે તું,
અરમાન રહી જશે અધૂરા તો પણ
સપનું નહીં પણ હકીકત છે તું,
અંધારું છે હવે આ અવની ઉપર
તો પણ પૂનમની રોશની છે તું,
લાગે છે હવે બધા રંગો બેરંગ
તો પણ સપ્તરંગોથી રંગાયેલી પ્રતિમા છે તું,
જોવ છું તમને તો હાર્દ કઈ ઊઠે છે
ખુદાની બનાવેલી પ્રથમ અજાયબી છે તું.

