ભૂલાઈ જાય છે
ભૂલાઈ જાય છે
શું કહું તને અને શું ના કહું તને
અપાર પ્રેમ કરું છું એ કહેવાનું જ ભૂલાઈ જાય છે
હૃદય ના ધબકારા તો ચાલુ છે
પણ શ્વાસ લેવાનું જ ભૂલાઈ જાય છે
શું કહું........
તારામાં ખોવાઈ જવાનું એટલું ગમે છે કે,
રસ્તાઓ તો યાદ છે હવે મંઝિલ જ ભૂલાઈ જાય છે
અંધકાર થઈ ગયો સૂરજની રોશની ગયા પછી
હવે દીવો કરવાનું જ ભૂલાઈ જાય છે,
શું કહું.......
નદીઓ મળી જાય છે આખરે સાગર ને,
પણ હું પાણી બની ગયો એક ખાબોચિયાનું, હવે વહેવાનું જ ભૂલાઈ જાય છે,
ઈચ્છા હતી બની જાવ પર્વત તારી દરેક સમસ્યા સામે
હવે તારી સામે જ નમતા ભૂલાઈ જાય છે
શું કહું.........

