એક સાંજે તને મળવું છે
એક સાંજે તને મળવું છે
દિવસ અને રાત વચ્ચે પડેલી મારી જાત ને હાથ માં સમેટી,
તારામાં ક્યાંક ખોવાઈ જવાનો ઈરાદો આજે પણ છે.... બસ એક સાંજે તને મળવું છે,
વાવેલી મારી એકલતામાંથી ઊગી નીકળ્યો ખાલીપો બસ
સાંભળ્યું છે તમારામાં મેળો ભરાય છે
આ ખાલીપા ને થોડી વાર ચકડોળમાં બેસાડવાનો ઈરાદો આજે પણ છે.....બસ એક સાંજે તને મળવું છે,
દુષ્કાળ તણા આ કાળમાં આંખોમાં આ વરસ વરસાદ પણ નહીં થયો મિલનના એ ક્ષણના દરિયામાંથી થોડા ટીપા નાંખવા છે
બસ થોડી આંખોને હવે ઉનાળામાં પણ પલાળવી છે.... બસ એક સાંજે તમને મળવું છે,
આ કોરા કટ્ટ કાગળ પર પણ એક ગઝલ લખવી છે
સાંભળ્યું છે તમે આંખો અને હોઠથી લખો છો
તમારા પર લખાયેલા અક્ષરોથી આ જીવનને થોડું ઝળહળતું કરવું છે.... બસ એક સાંજે તમને મળવું છે,
એક કાગળ પર બસ એ પ્રતિમા ઉતારવી છે તમારા ચહેરામાં એ જાદુ છે કે સપ્તરંગોથી રંગાવી છે
બનશે એ આઠમી અજાયબી બસ એ કાગળ પર ઉતરવું છે.... બસ એક સાંજે તમને મળવું છે.

