STORYMIRROR

H D

Others

3  

H D

Others

તને નહીં કહું તો કોને કહીશ ?

તને નહીં કહું તો કોને કહીશ ?

1 min
160

એક આશ રાખી સૂરજનાં કિરણોની,

એ પણ અંધકારમાં જતાં રહેશે

એ ખબર નો'તી તો પણ દિવસ ભર ઊભો રહ્યો

એ રાહ તારી ના જોવે તો હવે કોની રાહ જોવે ?


બેઠો છું બસ દરિયા કાંઠે,

પાણી પગ ભીના કરી જશે,

એ પાણી પણ મૃગજળ બની જશે

હવે મીઠું જલ તારી પાસે ના માગુંતો કોની પાસે માગું ??


પ્રેમ ના પામ્યો કદી આ દુનિયામાં એક સાચા હૃદયથી,

તરછાયો બધે જ હવે

બસ થોડો સાથ માગીશ તારો,

એ વાત તને ના કરું તો હવે કોને કરું ?


સંભાળી ને રાખીશ એક ફૂલની જેમ યાદો ને

આ કાંટાની વાડથી

હસતો ચહેરો કદી ઉદાસ ના થાય

એ માંગણી પ્રભુ પાસે ના કરું તો કોની પાસે કરું ?


તમારી પ્રતિમા જોઈ ને જ બસ,

મનમાં શાંતિ રહે છે હવે

ઉર નો ઉકળાટ તો વમળ જેવો છે

બસ એ હૃદયની વાત તને ના કહું તો હવે કોને કહું ?


Rate this content
Log in