રહી ગયાં
રહી ગયાં
1 min
207
કરતો જ રહ્યો બસ તમારી પ્રતીક્ષા અને તમે બીજા સાથે વાતો કરતા રહી ગયાં,
જોયું એક ઝાડ તો લાગ્યું અમથું નાનું એના મૂળ તો જમીનમાં ઊંડા ઉતરતા ગયાં,
નથી કહી શકતો એમને હવે મારા હૃદયની વ્યથા હવે એ પણ સાવ બીજાની જેમ બદલાતા રહી ગયાં,
પ્રેમની વ્યાખ્યા શું કહું એમને એતો યાદોની સાથે જ હૃદયમાં ઊંડા ઉતરતા ગયાં,
પ્રતિમા હતી બસ તારી નજરમાં હમેશા હવે દરેક અરીસામાં એમના જ ચહેરા રહી ગયાં
ભલે રહ્યો ગૌણ સંબંધ એમના માટે તો પણ મારા માટે તો એ જીવનધારા જ બની ગયાં.
