હવે નથી
હવે નથી
હું એક નાવ છું બસ એટલું સમજ્યો એટલે જ દરિયા પર મારો કોઈ અધિકાર નથી,
પાનખરમાં પાન ખરી પડે છે તો પણ ઋતુ બદલવાનો અધિકાર ઝાડને નથી,
કેવી દિલચસ્પ છે આ જીવનની કથા હવે એમાં પણ કોઈ સાર નથી
હવે બતાવી ને પણ શું કરું કેટલો ઊંડો પ્રેમ છે લાગે છે બસ આ છીછરો એ, ઊંડાણ માપવાનો કોઈ સવાલ નથી,
સાથ આપી દેજે એને તું ભલે એ ઠોકર મારે તો પણ બાકી એને સમજાવામાં કોઈ સાર નથી,
ઝખ્મો જોઈને નખ કાઢે છે બધા લોકો હવે એનો કોઈ ઉપચાર નથી,
આશુ એ ને નથી રહેવું હવે નયનોમાં એમાં તમારો કોઈ વાક નથી
સાચું કહી ઊઠો છો તમે કે તારો કોઈ સાથ નથી તો પણ કહી દઉં છું લાગણીથી મોટો કોઈ સંબંધ નથી
આ ઉદાસીનતા મારી છે જે સાથ આપી દે છે એકલતામાં સમજાયું હવે કે એનાથી મોટો કોઈ ભાગીદાર નથી
તમે આવો મૃત્યુ બની ને તો પછી આ જીવનની કોઈ દરકાર નથી.
