Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

4.6  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

ચાલશે ને ?

ચાલશે ને ?

1 min
489


વાત અડધી પડધી કહું ને,

બીજું તારા ઉપર છોડી દઉં,

ચાલશે ને ?


વ્હાલ કરતાં અટકી જઉ,

તને અમથું મૂંઝાવા દઉં,

ચાલશે ને ?


થોડી શરતો રાખી લઉં,

થોડી રાહ જોવડાવી દઉં,

ચાલશે ને ?


કહે, મળવા આવી જઉં,

જોઈ તને પાછો વળી જઉં,

ચાલશે ને ?


આ હોઠોને ફફડાવી લઉં,

પછી આંખોને બોલવા દઉં,

ચાલશે ને ?


ત્યાં આવી ને સ્પર્શી જઉં,

તારી હથેળી દાબી દઉં,

ચાલશે ને ?


એ ગુલાબ સૂંઘી લઉં,

તારા અંબોડે ખોસી દઉં,

ચાલશે ને ?


અહીં બંધન સઘળા બઉ,

હવે ખુદને બંધાવા દઉં,

ચાલશે ને ?


આ લાગણી રહેવા દઉં,

ને ખુદને પામી લઉં,

ચાલશે ને ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance