STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

લતા

લતા

1 min
273

તમે જો પડછંદ થડ બની આવો તો અમે નાજુક લતા બની વીંટળાઈ જઈએ,
ને તમારા મજબૂત સહારે તમારી હસ્તી ઉપર
અમથા અમથા ફેલાઈ જઈએ !

ન કોઈ નક્કી ઠામ ઠેકાણું ઉગવાનું અમારું કે ના કોઈ સમય નિયત,
ભીની મળે ભીંત કે અરણ્ય ભેંકાર,ભેજ લાગણીનો મળે તો તરત વળગી જઈએ !

ઉઘડે અસ્તિત્વ મુજ તૃણ તુચ્છ મહીં ને સ્વભાવમાં ખીલે વળગણની ભવ્યતા,
પાનખરમાં યોગી બની તપ કરીએ ને વસંતમાં હસતા મુખે વિસ્તરી જઈએ !

ખેંચીને લબાલબ લાગણી મૂળ થકી વળગી વૃક્ષને,પાંદડે પાંદડે વિખરે પ્રેમ,
ને ન અળગા થઈએ, એમ બાથ ભરીને ભેટીએ અમે,કે ભલેને પછી સુકાઈ જઈએ !

સમય સાથે બદલતી મોસમની સંવેદનાથી
વાકેફ રહી છે રગ રગ અમારી,
કોઈ નીરખીને ઠાલવે સુંદરતા તો બે ઘડી મોજથી મુગ્ધ બની શરમાઈ જઈએ !

હવાના "પરમ" નિઃશબ્દ ગીતો ગુંજી રહ્યા ટહુકા બની હર લતાના નાજુક અસ્તિત્વમાં,
ને પછી "પાગલ" થઈ વૃક્ષના સંપૂર્ણ વજુદને
વળગીને વ્હાલથી વધાવી લઈએ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance