STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance

જિંદગી

જિંદગી

1 min
352

મોતના પાક્કા વાયદા સાથે મહામૂલી મળી છે જિંદગી,
ક્યારેક કડવી તો ક્યારેક ગોળ જેવી ગળી છે જિંદગી !

જે ચુકી ગયા પ્રેમમાં વચનો પાળવાનું એમને જ પૂછો,
ઇશ્કની રાહ પર ડગલે ને પગલે નડી છે જિંદગી !

વટ, વચન ને વેરની સાક્ષી બની ઉભી છે આ મૂક ખાંભીઓ,
પથ્થરોમાં ઇતિહાસ બનીને સચવાઈ રહી છે જિંદગી !

જે જગ્યાએ મને મળવાનો હતો કોલ ને કરાર એનો,
બસ,ત્યારથી આજ સુધી ત્યાં ને ત્યાં જ ખડી છે જિંદગી !

વસંત અને પાનખર વચ્ચે બદલાયા છે કૈક સ્વરૂપો,
આખરી વાયદે એક પીળા પાનની જેમ ખરી છે જિંદગી !

જન્મથી મરણ સુધીનો વાયદો છે શ્વાસોનો અકબંધ,
હર એક મુકામ પર શ્વાસોના સહારે ફળી છે જિંદગી !

તારા મિલનનો "પરમ" વાયદો યાદ કર તું પ્રભુ મારા,
બસ, એક જ વાયદે "પાગલ" થઈને પડી છે જિંદગી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance