STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

પ્રત્યુત્તર

પ્રત્યુત્તર

1 min
362

મારા પ્રથમ પ્રેમપત્રનો પ્રત્યુત્તર મળે તો આગળ વધુ,
ને નયનોના નિમંત્રણનો પ્રત્યુત્તર મળે તો આગળ વધુ !!

તરસ્યા દરિયાની ન બુઝી પ્યાસ મુશળધાર વરસાદથી,
આ ઉછળતી તરસનો ઝટ ઉપાય મળે તો આગળ વધુ !!

અમે અમારા વિરહની તરસ મોકલી છે કોરા કાગળમાં,
હવે પ્રત્યુત્તરમાં મિલનના મૈખાના મળે તો આગળ વધુ !!

કેટલીયે કવિતાઓ રચીને બેઠો છું એક એના ઈંતજારમાં,
હવે એક તમારી દાદ રૂપે પ્રત્યુત્તર મળે તો આગળ વધુ !!

બે શબ્દ વચ્ચે ગુંજે સદીઓથી હૃદયની ખામોશ સંવેદનાઓ,
પડઘાતા મૌન રૂપે તમારો પ્રત્યુત્તર મળે તો આગળ વધુ !!

'પરમ' પાછળ થયો 'પાગલ' હું લખી લખી પ્રભુને પ્રેમપાતી,
હવે મારી અંતિમ પ્રાર્થનાનો પ્રત્યુત્તર મળે તો આગળ વધુ !!


Rate this content
Log in

Similar gujarati poem from Romance