વસંત આવી
વસંત આવી
સંગીત સંભળાય રાગ બહાર વસંત આવી,
ભ્રમર કરી રહ્યા મધુર ગુંજાર વસંત આવી.
પત્રેપત્રે મદન બિરાજે સજીને એ શણગાર,
જાણે ૠતુ ઉજવતી તહેવાર વસંત આવી.
સૂર, લયને તાલથી વિનસ કરી રહી સત્કાર,
પ્રકૃતિએ સજ્યા નવલા સિંગાર વસંત આવી.
હૈયે હોય ભરતી પ્રેમની ઊભય નરનારી સંગ,
રખેને સફળ થયો મનુજ અવતાર વસંત આવી.
અનિલ સંગ તરુ પલ્લવ કરતાં નૃત્યને ગાન,
ઝણઝણી ઊઠ્યા વિટપ દિલતાર વસંત આવી.
ભૂલી ભાન લતાઓ આલિંગતી સઘળે દ્રુમને,
વિહંગ કલરવે પૂજન ષોડશોપચાર વસંત આવી.

