STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Romance Others

આરઝૂની હૈયા હોળી

આરઝૂની હૈયા હોળી

1 min
334

સપનામાં હવે તારી યાદો છે વળગી,

ને આરઝુની એક હૈયા હોળી સળગી !


જ્યારથી સ્પર્શી આ શીતળ હવાઓ,

ચિનગારી ભર વસંતે કેવી આ ભડકી !


કેવી અચાનક આવી વિયોગી પાનખર,

જિંદગીથી હવે જિંદગી થઈ અળગી !


તારા ઇંતજારમાં થઈ પથ્થર આ આંખો,

અપલક સ્થિતિએ જિંદગી ગઈ અડધી !


સૂર વાંસળીના થયા છે બેસુર સઘળાં,

ઉદાસ થઈ છે મોરપીંછની આ કલગી !


મર્યાદાના રાજમાર્ગ ચૂકયા તો જોઇલે,

સૂતેલી વાસના મનની થઈ જશે જંગલી !


સંવેદનાઓ સ્પર્શની આ મૃત્તપાય બની

ક્યાંથી લાવું નવા સંચરની હવે જિંદગી !


જળ જમનાના સ્રોત જ સુકાયા સઘળાં,

ને વેરણ થઈ હવે આ રૂદિયાંની કાલિંદી!


નજરનો વાંક ગણું કે હૃદયની તકદીરનો,

ઈશારા પ્રેમના ક્યાં હોય છે એકતરફી !


એક તારા "પરમ" વિશ્વાસનું સિંચન સતત,

જરૂર કરશે સફળ મારી "પાગલ" બંદગી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance